લેપટોપ બાદ હવે સ્કોલરશીપની માંગ ને લઈ દાદરા નગર હવેલીના વિદ્યાર્થીઓના સેલવાસ કલેકટર કચેરી સામે ધરણા
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીમાં સ્કોલરશીપની માંગને લઈને વિદ્યાર્થીઓએ ધારણા કર્યા હતા. દાદરા નગર હવેલી ના આદિવાસી પરિવારના ગરીબ બાળકોને સરકાર દ્વારા આપવામાં આવતી સ્કોલરશીપ હજુ સુધી નહીં મલી હોવાથી વિદ્યાર્થીઓએ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ વિદ્યાર્થીઓ જે શૈક્ષણિક સંસ્થામાં અભ્યાસ કરે છે. ત્યાં પણ સ્કોલરશીપ નહીં મળી હોવાથી એડમિશન માટે પણ મુશ્કેલી પડે છે.
આ માટે અગાઉ અનેક વખત સંબંધિત વિભાગો અને પ્રશાસન સુધી સ્કોલરશીપ આપવા માંગ કરી ચૂક્યા છે. હજુ સુધી કોઈ નિવેડો નહીં આવતા આખરે સ્કોલરશીપ થી વંચિત આદિવાસી પરિવારોના વિદ્યાર્થીઓએ સેલવાસમાં ધરણા કર્યા હતા. કલેક્ટર કચેરી સામે જ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એકઠા થયા હતાં. Scholarship is our Right, શિક્ષણ અમારો અધિકાર છે જેવા બેનર લઈ વિદ્યાર્થીઓએ સ્કોલરશીપ ની માંગ કરી હતી.
સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની શૈક્ષણિક સંસ્થાઓ અને દાદરા નગર હવેલીના ર...