સેલવાસ ના નરોલીમાં પુષ્પક બારમાં થયેલ સંજાણ ના યુવકની હત્યા પ્રકરણમાં સામેલ 11 આરોપીઓ 5 દિવસના પોલીસ રિમાન્ડ પર
સેલવાસના નરોલી ચેકપોસ્ટ પાસેના પુષ્પક બારમાં બોલાચાલી પછી થયેલા મર્ડર કેસમાં સેલવાસ પોલીસે 11 આરોપીને ઝડપ્યા બાદ કોર્ટમાં રજૂ કરવામાં આવતા નામદાર કોર્ટે 11 આરોપીને 5 દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કર્યા હતા.આ કેસમાં દાદરા નગર હવેલી પોલીસે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 103 અને 3(5) લગાવી હતી. આ કેસમાં પોલીસે 11 આરોપીને ઝડપી લીધા હતા અને પૂછપરછ કરી હતી આ દરમિયાન 11 આરોપીએ ગુનો કર્યો હોવાની કબૂલાત કરી હતી. આ આરોપીમાં સંદીપ રાજુ ઉં. વ 32 વર્ષ મૂળ રહે. યુપી, દિપક કુમાર ઉ.વ 18 વર્ષ મૂળ રહે. યુપી, સોમનાથ કુમાર ઉ.વ 22 વર્ષ મૂળ રહે. નેપાળ, અનિલ વર્મા ઉં.વ 24 વર્ષ મૂળ રહે. યુપી, મહેન્દ્ર યાદવ ઉ.વ 28 વર્ષ મૂળ રહે નેપાળ, પવન ઉં.વ 35 વર્ષ મૂળ રહે. ઉત્તરાખંડ, સંદીપ કુમાર ઉ.વ 34 વર્ષ મૂળ રહે યુપી, હેમંત કુમાર ચૌધરી ઉ.વ 31 વર્ષ મૂળ રહે નેપાળ, રાજકુમાર યાદવ ઉ.વ 26 વર્ષ મૂળ રહે.નેપાળ, સુજીત હળદર ઉ.વ 26 વર્ષ મૂ...