વાપીમાં રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સના ડિસ્ટ્રીબ્યુટર, એજન્ટોએ સહપરિવાર ગરબે રમી માતાજીની આરાધના કરી
નવરાત્રીના પર્વ નિમિત્તે વાપીમાં રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સના ડિસ્ટ્રીબ્યુટર, એજન્ટ, ચેનલ પાર્ટનર, સ્ટેટ હેડ પોતાના પરિવાર સાથે નવરાત્રીમાં ગરબે રમી શકે તેવા ઉદેશયથી જનરલ ઇન્સ્યોરન્સની બ્લેડ ઓફ દંગલ અને ટીમ હોજો થીમ હેઠળ માતાજીની આરાધના સાથે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ અંગે રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સના દક્ષિણ ગુજરાતના સ્ટેટ હેડ અમિત લોઢિયાએ જણાવ્યું હતું કે, વાપીમાં ડિસ્ટ્રીબ્યુટર, એજન્ટ, ચેનલ પાર્ટનર તરીકે રિલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ સાથે જોડાયેલા તમામ લોકો માતાજીની આરાધના કરી શકે. નવરાત્રી પર્વ ઉજવી ગરબે રમી શકે, તે ઉદેશ્યથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
સામાન્ય રીતે ચેનલ પાર્ટનર, એજન્ટ સાથે અનેકવાર મિટિંગનું આયોજન થાય છે. ત્યારે આ નવરાત્રીમાં માતાજીની વિશિષ્ટ કૃપા તમામ લોકો ઉપર વરસતી રહે, સહ પરિવાર ગરબાનો આનંદ માણી શકે, એકબીજા સાથે પારિવારિક ભાવના કાયમ ...