વાપીમાં આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં 30 મહિના જૂની પાણીની બોટલો આપતા વેપારીઓમાં કચવાટ!
વાપીમાં 24મી ઓગસ્ટના સાંજે 5 વાગ્યે ગોપાલ ઇટાલિયાએ વાપીના વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત વેપારીઓ માટે પાર્ટીના ડૉ. રાજીવ પાંડે દ્વારા પાણી અને અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેમાં 30 મહિના જૂની વાસી પાણીની બોટલો પાણી પીવા માટે આપતા વેપારીઓમાં કચવાટ જોવા મળ્યો હતો.
વાપીમાં સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજવાડી ખાતે આમ આદમી પાર્ટી દ્વારા વેપારીઓ સાથે સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. કાર્યક્રમ નિયત સમય કરતાં 2 કલાક મોડો શરૂ થયો હતો. જેમાં ઉપસ્થિત વેપારીઓની તરસ છીપાવવા આમ આદમી પાર્ટીના ગત વિધાનસભાની ચૂંટણીમાં કારમી હાર મેળવી ચૂકેલા ડૉ. રાજીવ પાંડે દ્વારા પાણીની બોટલો આપવામાં આવી હતી.
IKSA બ્રાન્ડની અને still natural mineral water from the Himalayas એવા સ્લોગન સાથેની આ બોટલનું પાણી પીતી વખતે જ્યારે વેપારીઓનું ધ્યાન તેના પર લખેલ તારીખ પર જતાં બોટલ પર...