નિઃશુલ્ક સાધનો આપવા માટે દિવ્યાંગજનોએ હેરંબા કંપનીનો આભાર માન્યો, 2 વર્ષ કોરોના કાળમાં અનેક તકલીફો સહન કરી
વલસાડ જિલ્લામાં આવેલ વાપી GIDC અને સરીગામ GIDC માં અગ્રણી કેમિકલ ઉદ્યોગ તરીકે જાણીતી હેરંબા ઇન્ડસ્ટ્રીઝ દ્વારા તેમના CSR ફંડ હેઠળ વાપીના VIA ઓડિટોરિયમ ખાતે દિવ્યાંગો માટે નિશુલ્ક કૃત્રિમ હાથ, પગ, વ્હીલ ચેર, બગલ ઘોડી જેવા સાધનોના વિતરણ કેમ્પનું આયોજન કર્યું છે. કેમ્પમાં બીજા દિવસે વલસાડ જિલ્લા ઉપરાંત નવસારી, સુરત, ડાંગ, સેલવાસથી મોટી સંખ્યામાં દિવ્યાંગો આવ્યા હતાં. જેઓએ જણાવ્યું હતું કે કોરોના કાળમાં તેમને આવા કેમ્પ નો લાભ મળ્યો નહોતો એટલે તેમના જુના સાધનો ખરાબ થયા હોવા છતાં અનેક આપદા સહન કરી ચલાવ્યા હતા. હવે આ નવા સાધનો મળવાથી કંપનીએ અને સંસ્થાએ તેમને સાંપ્રત પ્રવાહમાં ફરી ચાલતા કર્યા છે.
વાપી GIDC અને સરીગામ GIDC માં હેરંબા ઇન્ડસ્ટ્રીઝ ધરાવતા કંપનીના ચેરમેન એસ. કે. શેટ્ટી અને MD આર. કે. શેટ્ટી ના માર્ગદર્શન હેઠળ વાપીના VIA ઓડિટોરિયમ ખાતે CSR ફંડ હેઠળ ત્રિ-દિવસીય કેમ્પનું આયોજ...