પારડીની પાર નદી નજીક પાર્ક કરેલ કારમાંથી મહિલા ગાયક કલાકારની હત્યા કરેલ મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર!
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પાર નદી કિનારે એક નધાણીયાતી કાર નંબર GJ-15-CG-4224માં વલસાડની ગાયિકા વૈશાલી બલસારાની હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવતા અરેરાટી ફેલાઇ છે.
સ્થાનિક લોકોએ અજાણી કારને ઘણા સમયથી ઉભેલી જોઈને ઘટનાની જાણ પારડી પોલીસને કરી હતી. પારડી પોલીસે ઘટના સ્થળે જઈને ચેક કરતા કારમાંથી શંકાસ્પદ હત્યા કરેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. પારડી પોલીસે ચેક કરતા આ મૃતદેહ વલસાડની ગાયિકા વૈશાલી બલસારાનો હોવાનું જાણવા મળ્યું હતું. વૈશાળીના પતિએ ગત રોજ વૈશાલી ઘરેથી ગુમ થઈ હોવાની નોંધ પોલીસ મથકમાં કરી હતી. પોલીસે હાલ મૃતદેહનો કબ્જો મેળવી આગળની તપાસ હાથ ધરી હતી.
વલસાડ જિલ્લાના પારડી તાલુકામાં પાર નદી પાસે એક શંકાસ્પદ હાલતમાં કાર ઉભેલી જોઈને સ્થાનિક લોકોએ કાર માલિકની શોધખોળ હાથ ધરી હતી. કાર માલિક ન મળતા સ્થાનિક લોકોએ પારડી પોલીસને ઘટનાની જાણ કરી હતી. પોલીસની ટી...