વાપીની સારસ્વત ઇન્ટરનેશનલ સ્કૂલમાં ડિજિટલ શિક્ષણની પહેલ, Aakash-BYJU’s દ્વારા સેટેલાઈટના માધ્યમથી લેવાશે લાઇવ કલાસીસ
વાપી નજીક રાતા ગામમાં શિક્ષણની અલખ જગાવનાર શૈક્ષણિક સંસ્થા સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી ખાતે JEE, NEET, રાષ્ટ્રીય પ્રતિભાશોધ, ગણિત, વિજ્ઞાન અને ઓલમ્પિયાડ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવી વિદ્યાર્થીઓને શિક્ષણમાં સક્ષમ બનાવવા ધોરણ 9થી ડિજિટલ શિક્ષણની પહેલ કરી છે. આ માટે શાળાએ સમગ્ર ભારતમાં ડીજીટલ શિક્ષણ માટે જાણીતી આકાશ - બાયજુસ કંપની સાથે ટાઇ- અપ કરી રવિવારે સેટેલાઈટના માધ્યમથી લાઇવ કલાસીસ શિક્ષણનો શુભારંભ કર્યો હતો.
વાપીમાં રાતા ખાતે ગુજરાતી અને અંગ્રેજી માધ્યમમાં શિક્ષણ આપતી સારસ્વત ઇન્ટરનેશનલ એકેડેમીએ Aakash-Byju's સાથે ડિજિટલ શિક્ષણની પહેલ કરી છે. આ અંગે રવિવારે શાળાના ટ્રસ્ટી અપૂર્વ પાઠક અને AESL ના ડિરેકટર પ્રવીણ કુમારે પત્રકાર પરિષદ બોલાવી વિગતો આપી હતી. શાળામાં ઓફલાઇન ને બદલે ઓનલાઈન શિક્ષણ આપવાની આ પહેલ અંગે તેઓએ જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં પ્રથમ વખત સારસ્વત ઇ...