વાપીમાં ઉદ્યોગકારો સાથે વલસાડ જિલ્લા પોલીસવડાનો સંવાદ કાર્યક્રમ, કર્મચારીઓની સુરક્ષા, આરોગ્ય અને ટ્રાફિક અંગે કર્યા મહત્વના સૂચનો
વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ. કરણરાજ વાઘેલા દ્વારા વાપીમાં આવેલા ઔદ્યોગિક એકમોમાં કામ કરતા કર્મચારીઓની સુરક્ષા, શહેરના મુખ્ય માર્ગો પર સર્જાતી ટ્રાફિક સમસ્યા, કર્મચારીઓના આરોગ્યની ચિંતા જેવા વિવિધ વિષયો પર GIDC ના ઉદ્યોગકારો સાથે સંવાદ કર્યો હતો. સંવાદ કાર્યક્રમમાં જિલ્લા પોલીસવડા ના દરેક સૂચનો પર ઉપસ્થિત 200 જેટલા ઉદ્યોગકારોએ વહેલી તકે કામગીરી કરવા ખાતરી આપી હતી.
વલસાડ જિલ્લાના વાપી ડિવિઝન હેઠળના પોલીસ મથકના વાર્ષિક ઇન્સ્પેક્શન માટે છેલ્લા ચાર દિવસથી વલસાડ જિલ્લા પોલીસ વડા કરણરાજ વાઘેલા વાપી GIDCની મુલાકાતે છે. વાપી જીઆઇડીસીની અલગ અલગ કંપનીઓમાં તેઓએ રૂબરૂ મુલાકાત લઈ કંપનીઓમાં મહિલાઓ સાથે કાયદા અંગે તેમજ સેફ્ટી, સાઇબર ક્રાઇમ, ટ્રાફિક જેવા વિષયો પર સેમીનારનું આયોજન કર્યું હતું. જેના ભાગરૂપે વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના નેજા હેઠળ વાપીના તમામ ઉદ્યોગકારો સાથે સુરક્ષા અંગેનો સંવાદ કાર્યક્રમ યોજવા...