ગુજરાતના કચ્છના રણમાં આવેલું ધોળાવીરા ભારતનું 40મું World Heritage સ્થળ
PIB Ahmedabad :- ભારતે રજૂ કરેલા ગુજરાતના કચ્છના રણમાં આવેલાં હડપ્પન નગર ધોળાવીરાને Unesco ના World Heritage List-વિશ્વ ધરોહર યાદીમાં અંકિત કરવામાં આવ્યું છે. ભારતે જાન્યુઆરી 2020માં World Heritage center ને ધોળાવીરા- એક હડપ્પા નગર માટે નૉમિનેશનનું ડૉઝિયર સુપરત કર્યું હતું. આ સ્થળ 2014થી યુનેસ્કોની હંગામી યાદીમાં હતું. ધોળાવીરા એ આજથી ત્રીજી કે મધ્ય બીજી સહસ્ત્રાબ્દી પૂર્વેની એટલે કે 3500 વર્ષો પૂર્વેની દક્ષિણ એશિયાની સારી રીતે સચવાયેલી બહુ જૂજ શહેરી વસાહતોમાંની એક એવું હડપ્પા નગર છે.
ધોળાવીરા :- એક હડપ્પા નગરી, એ આજથી ત્રીજી કે બીજી સહસ્ત્રાબ્દીની મધ્યે એટલે કે લગભગ 3500 વર્ષો પૂર્વેની દક્ષિણ એશિયાની સારી રીતે સચવાયેલી બહુ જૂજ શહેરી વસાહતોમાંની એક છે. અત્યાર સુધીમાં શોધાયેલ 1000થી વધુ હડપ્પા સ્થળોમાં એ છઠ્ઠું સૌથી મોટું સ્થળ છે અને 1500થી વધુ વર્ષો સુધી એમાં વ...