ધરમપુરના ખાંડા ગામ ખાતે યોજાશે મોરારીબાપુની 934મી રામકથા, આયોજકોએ પત્રકાર પરિષદનું અયોજન કર્યું
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખાંડા કથાકાર મોરારીબાપુની 934મી રામકથા યોજાવાની છે. આગામી 9મી એપ્રિલ 2024થી પ્રારંભ થનારા આ કથાની વિશેષતા અંગે તેમજ જિલ્લાના લોકો કથા અંગે માહિતગાર થાય તેવા ઉદેશથી ધરમપુર સ્થિત લોકમંગલ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પત્રકાર પરિષદ યોજી મહત્વની વિગતો પ્રદાન કરી હતી. ધરમપુર તાલુકાના અંતરિયાળ આદિવાસી ક્ષેત્રના ગામ ખાંડામાં રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ. મોરારી બાપુ દ્વારા રામકથા ધરમપુર-કપરાડા વિસ્તારમાં પ્રથમ વખત થવા જઈ રહી છે.
સત્ય - પ્રેમ અને કરુણાનો વૈશ્વિક સંદેશ આપનાર સૌના પ્રિય મોરારીબાપુ રામચરિતમાનસનું ગાન કરવા સંવેદના અને સ્વીકારની પીઠિકા લઈને ખાંડા ગામમાં પધારી રહ્યા છે. ખાંડા ગામ ધરમપુર તાલુકા (જિ. વલસાડ)ના અંતરિયાળ વિસ્તારમાં પૂર્ણ આદિવાસી વસ્તી ધરાવતું ગામ છે.
ચૈત્ર નવરાત્રિના પાવન દિવસોમાં તા. 9મી એપ્રિલ 2024, મંગળવારથી તા. 17મી એપ્રિલ 2024...