
વાપીમાં નગરપાલિકા વિસ્તારના RCC રોડ, ગટર સહિતના 6 કરોડના વિકાસના કામોનું નાણાપ્રધાન હસ્તે ખાતમુહરત
વાપી નગરપાલિકા વિસ્તારમાં વરસાદમાં તૂટતા રસ્તાઓ, ગટર, રમતગમત માટે મેદાનના વિકાસ સહિતના અંદાજિત 6 કરોડના વિકાસના કામોનું નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપીના પ્રણામી મંદિર ખાતેથી પાલિકાના સત્તાધીશોની ઉપસ્થિતિમાં ખાતમુહરત કર્યું હતું.
વાપીમાં વાપી નગરપાલિકા દ્વારા વિવિધ વિકાસના કામોના ખાતમુહરતનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈના હસ્તે અંદાજિત 6 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. વરસતા વરસાદ વચ્ચે નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વાપી નગરપાલિકા વિસ્તારમાં આવેલ પ્રણામી મંદિર ખાતે વોર્ડ નંબર 9માં આવેલ રેલવે ગરનાળાથી ખડકલા બ્રિજ સુધીની નામધા ખાડીને પહોળી કરવાના અને લાઇનિંગ કરવાના 504.89 લાખના ખર્ચે RCC ગટર બનાવવાના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
એ ઉપરાંત નાણાપ્રધાને વોર્ડ નંબર 8માં પ્રણામી મંદિરથી કચીગામ રોડ અને આંતરિક ગલીઓ માટે 55.64લાખના...