
ઉમરગામના સોળસુંબા ગામના ડેપ્યુટી સરપંચે 12 લાખની લાંચ માંગી, ACB એ ક્લાર્કને 3 લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યો
ઉમરગામ તાલુકાના સોલસુંબા ગ્રામ પંચાયતમાં ACB એ ગોઠવેલ લાંચ ના છટકામાં ડેપ્યુટી સરપંચ અને ક્લાર્ક ઝડપાઇ જતા ચકચાર મચી ગઇ છે. ACB એ ફરિયાદીની કારમાંથી 3 લાખ ની લાંચ સ્વીકારતા હંગામી ક્લાર્ક અને ડેપ્યુટી સરપંચ ની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
લાંચ ની આ ચકચારી ઘટના અંગે ACB એ આપેલ વિગત મુજબ તેમને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી કે, ઉમરગામ તાલુકાના સોલસુંબા ગામે વડીલોપાર્જિત બીનખેતીની જમીન ઉપર રહેણાંક મકાન તથા વાણિજય પ્રકારનું બાંધકામ કરવા માંગતા હતાં. જે માટે સોળસુંબા ગામ પંચાયતમાંથી બાંધકામની રજાચીઠ્ઠી/ઠરાવની જરૂર હતી જે લેવા જતા ડેપ્યુટી સરપંચ અમીતકુમાર મણિલાલ પટેલે 15 લાખની લાંચ ની માંગણી કરી હતી. જે અંતે 12 લાખમાં નક્કી કરાઈ હતી. આ રકમ ફરિયાદી આપવા માંગતા નહોતા જેથી તેમણે ACB માં ફરિયાદ કરી હતી.
આ ફરિયાદ આધારે ટ્રેપીંગ અધિકારી એ. કે. ચૌહાણ, પોલીસ ઇન...