વલસાડમાં ACB એ ગોઠવેલ છટકામાં 15 લાખની લાંચ લેતા નાયબ કાર્યપાલક ઈજનેર અને કોન્ટ્રાકટર ઝડપાયા
વલસાડ જિલ્લામાં ખડબદતો સરકારી બાબુઓનો ભ્રષ્ટાચાર ફરી એક વાર ACB એ ખુલ્લો પાડયો છે. આ વખતે PWD ના ઇજનેરો અને તેનો ખાનગી માણસ 15 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા છે.
ઘટના અંગે મળતી વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા ડામરસ્તા ચેકડેમ, પુલ, બ્રિજ સહિતના વિકાસનો કામો પૂરજોશમાં ચાલી રહ્યા છે. ત્યારે એક સબ કોન્ટ્રાક્ટરને વલસાડમાં વર્ષ 2019-2020 માં વલસાડ જીલ્લામાં આવેલ કાર્યપાલક ઇજનેર કચેરી પંચાયત વિભાગ માર્ગ અને મકાન વિભાગ દ્વારા નદી ઉપરથી પસાર થતા રસ્તાના બ્રિજનું કામ રાખેલ હતું.
સબ કોન્ટ્રાક્ટર દ્વારા તમામ કામ પુર્ણ થતા તેના ફાયનલ બીલ મંજુર કરવાની કાર્યવાહી કરવાના અવેજપેટે માર્ગ મકાન પેટા વિભાગના નાયબ કાર્યપાલ ઇજનેર નીલય ભરત નાયક તથા આસિ.ઇજનેર અનિરુદ્ધ માધુસિંહ ચૌધરી એ સબ કોન્ટ્રાક્ટર પાસેથી 20 લાખની લાંચની માંગણી કરી હતી. સબ કોન્ટ્રાક્ટર અને નાયબ કાર્યપાલક ઇજનેર નીલ...