વાપીમાં રેલવે ઓવરબ્રિજને તોડી પાડવાનો હોવાથી વાંધા, સૂચનો તા. 13 ડિસેમ્બર સુધીમાં મોકલી આપવા જાહેરનામુ બહાર પડાયું, નગરપાલિકાના અધિકારીઓએ લાગુ એજન્સીઓ સાથે બ્રિજની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું
વલસાડ જિલ્લાના વાપીના પૂર્વ-પશ્ચિમ વિસ્તારને જોડતા અને જીવાદોરી સમાન હયાત રેલવે ઓવરબ્રિજ રેલવે ચે. 172/16-18 (ડી.એફ.સી.ચે.13+ 523.289 કી.મી) ને તોડવાનો હોવાથી હયાત બ્રિજ પરના ટ્રાફિકને ડાઈવર્જન આપવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટ ક્ષિપ્રા આગ્રેએ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ 33(1) હેઠળ જાહેરનામું બહાર પાડ્યું છે. તો, રેલવે ઓવરબ્રિજને તોડી પાડતા પહેલા નગરપાલિકાના અધિકારીઓએ લાગુ એજન્સીઓના અધિકારીઓ સાથે બ્રિજના બન્ને છેડે સ્થળ મુલાકાત લઈ વિવિધ સમસ્યાઓ અંગે ચર્ચા કરી જરૂરી સૂચનો કર્યા હતાં.
બ્રિજને તોડી પાડવા અંગે પ્રસિદ્ધ થયેલ જાહેરનામામાં કલેકટરે જણાવ્યું છે કે, ઉપરોક્ત બ્રિજના ટ્રાફિકમાં મોટા વાહનો બલીઠા ફાટક ઉપરથી અવર જવર કરી શકશે. નાના વાહનો અન્ડર પાસ તથા રેલવે દ્વારા બનાવવામાં આવેલા નવા ફાટક, કબ્રસ્તાન રોડ, કસ્ટમ રોડ ઉપરથી અવર જવર કરી શકશે. આ બ્રિજને સદંતર બંધ કરવામાં આવનાર છે. જે અંગ...