દમણગંગા નહેરમાંથી માથું કપાયેલ મૃતદેહનો ભેદ ઉકેલાયો, સેલવાસમાં તાંત્રિકે વિધિ માટે 9 વર્ષના બાળકની બલી ચડાવી હતી
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં આદિવાસી બાળકની થયેલી હત્યાનો ભેદ પોલીસે ઉકેલી કાઢ્યો છે. અંધશ્રધ્ધામાં નાણાંકીય લાભ મેળવવા પાવરફૂલ બનાવવાની લાલચ આપી તાંત્રિકે ધાર્મિક વિધિ માટે બાળકની બલી ચઢાવી હોવાનું પોલીસ સમક્ષ ખુલ્યું છે. પોલીસે આ મામલે 2 આરોપીઓની ધરપકડ છે. જ્યારે આ ગુનામાં સંડોવાયેલા એક કિશોરને સુરત ઓબ્ઝર્વેશન હોમમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરી ગુનાના ઉપયોગમાં લેવાયેલા હથિયારને કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
30 ડિસેમ્બરે 2022 ના રોજ સેલવાસ પોલીસ મથકે સાયલીમાં રહેતા વારલી સમાજના ગણેશ માહલા કોલાએ પોતાના 9 વર્ષિય પુત્ર ચૈતા ગણેશ માહલા કોલાની ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. જે બાદ બીજા દિવસે 31 ડિસેમ્બર 2022 ના રોજ વાપીના કરવડની દમણગંગા નહેરમાંથી એક બાળકનો શિરચ્છેદ થયેલી હાલતમાં મૃતદેહ જોવા મળતા વાપી ડુંગરા પોલીસની સાથે સેલવાસ પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ દોડી ગઈ હતી. ...