સેલવાસમાં બ્રિજ પરથી કાર સાથે તણાયેલ પિતા-પુત્રના કારમાં જ મળ્યા મૃતદેહ, 18 કલાક ચાલ્યું સર્ચ ઓપરેશન…!
સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં ડોકમરડી વિસ્તારમાં એક લૉ લેવલના બ્રિજ પરથી કાર સમેત તણાયેલ પિતા પુત્રના મૃતદેહ 18 કલાકે મળી આવ્યા છે. પિતા પુત્રની શોધખોળ માટે દાદરા નગર હવેલી પ્રશાસને પોલીસ, ફાયર, કોસ્ટગાર્ડ, NDRFની ટીમ સહિત સ્થાનિક તરવૈયાની મદદ લીધી હતી. જે બાદ સતત સર્ચ ઓપરેશન હાથ ધરતા સેલવાસની પીપરિયા ખાડી માંથી કાર મળી આવી હતી. જેમાં બન્ને પિતા પુત્રના મૃતદેહ પણ મળી આવતા પંથકમાં અરેરાટી ફેલાઈ હતી.
શુક્રવારે રાત્રે 7 થી 8 વાગ્યાની વચ્ચે સંઘપ્રદેશ દાદરા નગર હવેલીના ડોકમરડીના વૃંદાવન સોસાયટીમાં રહેતા મુકુલ ભગત શ્રીવાસ્તવ તેમના 7 વર્ષના પુત્ર સિદ્ધુ સાથે તેમની કારમાં બેસી ડોકમરડીથી ઘર તરફ આવી રહ્યા હતા. ત્યારે મધુબન ડેમમાંથી 1 લાખ ક્યુસેક પાણી છોડાતા ડોકમરડીના લો લેવલના પુલ પર પાણી ફરી વળ્યા હતા. જેમાંથી કાર પસાર કરવાનો પ્રયાસ કરતાં કાર ધસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ હતી.
જેની જાણક...