Tuesday, October 22News That Matters

Tag: Daman Vapi News Yoga on Daman Airstation Runway Yoga enthusiasts from Daman Valsad enjoy taking selfies with plane helicopter while doing yoga

દમણ એરસ્ટેશને રન-વે પર યોગ, દમણ-વલસાડના યોગ શોખીનોએ યોગ કરવા સાથે પ્લેન-હેલિકોપ્ટર સાથે સેલ્ફીનો આનંદ ઉઠાવ્યો

દમણ એરસ્ટેશને રન-વે પર યોગ, દમણ-વલસાડના યોગ શોખીનોએ યોગ કરવા સાથે પ્લેન-હેલિકોપ્ટર સાથે સેલ્ફીનો આનંદ ઉઠાવ્યો

Gujarat, National
ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ એર સ્ટેશન દમણ ખાતે યોગોત્સવ 2024 'ધ્યાન-યોગ'નું આયોજન કરવામાં આવ્યું હતું. એર સ્ટેશન પર બનેલા 1035 મીટર લાંબા રન-વે પર યોજાયેલ આ કાર્યક્રમમાં દમણ, વાપી, વલસાડના 4,500 જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતાં જેઓએ યોગ ની સાથે સાથે કોસ્ટગાર્ડ ના પ્લેન હેલિકોપ્ટર ને નજીકથી નિહાળી તેને યાદગાર સંભારણા રૂપે મોબાઈલ કેમેરામાં કંડાર્યા હતાં.દમણ અને વલસાડના લોકો માટે રવિવારની સવાર શુભ સવાર બની હતી. કેમ કે, રવિવારે દમણ કોસ્ટગાર્ડ એર સ્ટેશનને રન વે પર યોગનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં તમામે યોગના વિવિધ આસનો ક્રરી સ્વાસ્થ્ય કેળવ્યું હતું. તો, એ સાથે કોસ્ટગાર્ડ ના પ્લેન હેલિકોપ્ટર ને નજીકથી નિહાળવાનો અવસર મેળવ્યો હતો.  આંતરરાષ્ટ્રીય યોગ દિવસના ઉપલક્ષ્યમાં આયુષ મંત્રાલય દ્વારા દેશમાં 100 દિવસ, 100 શહેર અને 100 સંસ્થાનમાં કોસ્ટગાર્ડ એરસ્ટેશન દમણની પણ પસંદગી કરવામાં ...