વરસાદી પાણીના ભરાવાથી બન્યું તળાવ, મચ્છરજન્ય રોગને નોતરું આપી રહ્યું છે…?
સંઘપ્રદેશ દમણના ભેંસલોરથી કુંતા વચ્ચે પસાર થતો રોડ, અને રોડની વચ્ચોવચ્ચ તળાવનું નિર્માણ, આ કોઈ પ્રદેશની સુંદરતા અને રોડના બ્યુટીફીકેશનમાં ચાર ચાંદ લગાવતો નવો પ્રોજેક્ટ નથી, પણ નવા બની રહેલા રોડની વચ્ચે વરસાદી પાણીના ભરાવાને કારણે ઉત્પન્ન થયેલી નવી સમસ્યા છે, આમ તો ભેંસલોરથી કુંતાને જોડતો એક કિમીના રોડનું નવીનીકરણ છેલ્લા એકથી દોઢ વર્ષથી ચાલુ છે, જો કે અગમ્ય કારણોસર રોડનું કામ અધૂરું મુકાતા અહીંથી પસાર થતા વાહન ચાલકો અને સ્થાનિક લોકો અગાઉથી જ ભારે મુશ્કેલી વેઠી રહ્યા હતા, એમાં વળી કરમની કઠણાઈ એવી કે ચોમાસા દરમ્યાન પહોળા અને ખખડધજ રોડના ડિવાઇડરના ખાડામાં વરસાદી પાણીનો ભરાવો થતા રોડની બરાબર માધ્યમ નાનકડા તળાવનું નિર્માણ થઇ ગયું છે,
જો કે કોઈ વાહન ચાલકો આ નાનકડા તળાવમાં ન પડી જાય એ માટે તેની ચારેકોર પટ્ટીઓ મારીને તેની બંને છેડે ડાયવર્જનનું બોર્ડ મારવા જેટલી તકેદારી તો તંત્રએ રાખી છે, પણ વરસા...