માતાએ ઠપકો આપતા ઘર છોડીને નીકળી ગયેલ 2 દીકરીઓનું દમણ પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
સંઘપ્રદેશ દમણમાં જૂન મહિનાની અલગ અલગ તારીખે માતાએ ઠપકો આપતા ઘર છોડીને નીકળી ગયેલ 16 વર્ષીય અને 11 વર્ષીય સગીરાને દમણ પોલીસે અમદાવાદથી તેમજ પાલીથી શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવ્યું છે. ગુમ થયેલ બંને સગીરાઓ અલગ અલગ દિવસે વાપીથી ટ્રેનમાં ચઢીને રાજસ્થાનના પાલીમાં ડી-બોર્ડ થઈ હતી. જેનો પત્તો મેળવી DNH અને DD પોલીસે "જન રક્ષણાય સદૈવ તત્પર" સૂત્રને સાર્થક કર્યું છે.
દમણમાં ગત જૂન મહિનામાં દમણના ડાભેલ, ઘેલવાડ ફળિયામાં રહેતા 16 અને 11 વર્ષની દીકરીઓના માતાપિતાએ નાની દમણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમની દીકરીઓ ગુમ છે અને અપહરણની આશંકા છે. જે અંતર્ગત દમણ પોલીસે 363 IPC કલમ હેઠળ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં ગુમ/અપહરણ કરાયેલા બાળકોની શોધખોળ માટે વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશો મુજબ HC-216 પ્રકાશ માહ્યાવશી, HC - 326 ભરત સોલંકી અને LPC-વનિતા જાંબુચાની બનેલી ટીમે ગુપ્ત સ્ત્રોતોમ...