બેંકમાં નિર્દોષ લોકોને છેતરવાના પ્રયાસમાં દમણ પોલીસે ત્રણ લોકોને રંગેહાથ ઝડપ્યા
બેંકમાં નાણાં જમા કરાવવા કે લેવા આવતા લોકોને નોટ ગણતા આવડતું ના હોય રકમની અદલબદલ કરવાની લાલચ આપી એક 500ની નોટ અને તેની નીચે રદ્દી કાગળ મૂકી છેતરપીંડી આચરતી ગેંગના 3 લોકોને દમણ પોલીસે ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.
આ અંગે પોલીસે આપેલી વિગતો મુજબ દમણના કાલરિયા આઉટ પોસ્ટમાં હોમગાર્ડ (ડ્રાઈવર) તરીકે નોકરી કરતા હેમેન્દ્ર અરવિનભાઈ સોલંકી ગત 01/07/2022 ના રોજ તેમના અંગત કામથી સોમનાથ, દમણ ખાતે બેંક ઓફ ઈન્ડિયામાં ગયા હતા. દરમિયાન બે અજાણ્યા શખ્સો તેની પાસે આવ્યા અને ત્યાં ઉભેલા તેના મિત્ર પાસે ઘણા પૈસા છે. પણ તે અભણ છે, ગણતરી કેવી રીતે કરવી તે જાણતો નથી. તેની સાથે પૈસાની આપ-લે કરીશું તેમ જણાવ્યું હતું. હેમેન્દ્ર હોમગાર્ડ તરીકે ફરજ બજાવતો હોય અને અગાઉ આ વિસ્તારમાં સમાન ગુનાનો અનુભવ હોય તેમણે તાત્કાલિક કાલરીયા આઉટ પોસ્ટના ફરજ બજાવતા સ્ટાફને સ્થળ પર બોલાવ્યા હતા. જ્યારે પોલીસ સ્ટાફે આ મામલ...