નકલી પાસપોર્ટ સાથે દિલ્હીમાં આવી ભારતીયોને સાયબર ક્રાઈમ થકી લૂંટતા એક નાઇઝીરિયનને દબોચી દમણ પોલીસે કર્યો આંતરરાષ્ટ્રીય ફ્રોડ રેકેટનો પર્દાફાશ
વિશ્વમાં વધતી અદ્યતન ટેકનોલોજી લોકોને સુખ-સુવિધાઓ સાથે દુવિધા પણ આપી રહી છે. કેટલાક શાતિર દિમાગના અપરાધિઓ આ ટેકનોલોજી નો ઉપયોગ લોકોને ઠગવાના ગંભીર અપરાધમાં કરી રહ્યા છે. જેમાં હવે દેશના જ નહીં વિદેશના લોકો દુનિયાના કોઈપણ ખૂણે બેસીને પળવાર માં તમારું એકાઉન્ટ ખાલી કરી નાખે છે. જો કે આવા જ એક ગુન્હાનું પગેરું શોધવા નીકળેલ દમણ સાયબર ક્રાઇમની ટીમે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ નો પર્દાફાશ કરી એક નાઇઝીરિયન યુવકની ધરપકડ કરી છે.
દમણ સાયબર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ રેકેટનો પર્દાફાશ કરી એક નાઇઝીરિયનની દિલ્હીથી ધરપકડ કરી છે. પકડાયેલ આરોપી ફેસબુક, વોટ્સએપ જેવા સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર લોકો સાથે દોસ્તી કરી મોંઘી ગિફ્ટની લાલચ આપી એટીએમ કાર્ડ, બેંકની વિગતો માંગી પૈસા ઉપાડી ફ્રોડ કરતો હતો.
દમણના એક નાગરિકના ફેસબુક એકાઉન્ટ પર ફિલિપ નામના વ્યક્તિએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી જેન...