Google Maps નાં ભરોસે નીકળેલા કન્ટેનર ચાલકને જીવના જોખમે સદબુદ્ધિ આવી…!
સમગ્ર વિશ્વમાં Google Maps ના છબરડાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં ગઈ કાલે દમણમાં પણ ગુગલ મેપ્સના મિસ્પ્રિડીક્શનનનો વધુ એક કિસ્સો સામે આવ્યો હતો, જેમાં ગૂગલ મેપ્સ દ્વારા બતાવેલ રૂટને અનુસરતી વખતે એક કન્ટેનર પલ્ટી મારી ગયું હતું, અને ટ્રક ચાલકનો માંડમાંડ જીવ બચ્યો હતો.મળતી માહિતી મુજબ ભીલાડથી સમાન ભરીને દમણની પ્લાસ્ટીબેન્ડ કંપનીમાં આવતા એક કન્ટેનર નંબર MH46-BB-3901નો ચાલક જય પ્રકાશ દમણમાં પ્રવેશ કર્યા બાદ કોસ્ટલ હાઇવે પરથી કડૈયા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલી પ્લાસ્ટિબેન્ડ કંપની સુધી જવા માટે ગુગલમેપનો ઉપયોગ કર્યો હતો, ગુગલ મેપે કોસ્ટલ હાઈવેથી પ્લાસ્ટિબેન્ડ કંપની સુધી પહોંચવા માટે એવી ગ્લોબલ નજીક આવેલા ઢોળાવ પરથી જતા સાંકડા રસ્તાનો શોર્ટ કટ બતાવ્યો હતો, આ માર્ગ સવારે સાંજે કંપનીના પગપાળા અને દ્વિચક્રી વાહનો પર જતા કામદારો શોર્ટ કટમાં કોસ્ટલ હાઇવે સુધી પહોંચવા માટે ઉપયોગમાં લેતા હોય છે, ...