
નાની દમણ ખાતે ભવ્ય પોથીયાત્રા સાથે સ્વર્ગીય પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલના સ્મરણાર્થે શ્રીમદ્દ ભાગવત કથાનો શુભારંભ
નાની દમણમાં આવેલ શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ભવન ખાતે 3જી જાન્યુઆરી 2024થી 9મી જાન્યુઆરી સુધી આયોજિત શ્રીમદભાગવત કથાનો આજથી શુભારંભ થયો છે. કથાકાર પ્રફુલ ભાઈ શુક્લ આ 859મી શ્રીમદ્દ ભાગવત કથા છે. કથાના શુભારંભ પૂર્વે મુખ્ય યજમાન જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ ના નિવાસે ભાગવત દશાંશ યજ્ઞ સંપન્ન થયો હતો. જે બાદ ભવ્ય પોથીયાત્રા નીકળી હતી. કળશધારી બહેનો, વાજા વાજિંત્ર સાથેની કથામાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતાં.
દમણના વિવિધ વિસ્તારો મળી કુલ 21 સ્થળોએથી નીકળેલ પોથી યાત્રા ભેંસરોડ ગોત્રેજ માતા ના મંદિરે એકત્ર થઈ હતી.પહોંચી હતી. જ્યાંથી એકસાથે 2 કિલો મીટર લાંબી પોથી યાત્રા કથા સ્થળે પહોંચી હતી. કથા સ્થળે ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ દ્રારા પોથી તેમજ વ્યાસપૂજન થયું હતુ. કથાના આચાર્ય ચેતનભાઈ જોષી (ભીમપોર) દ્રારા મંત્રોચાર કરવામા આવ્યા હતા. કથા નુ મંગલમય દીપ પ્રાગટ્ય ગુલાબભાઈ બાબુભાઇ પટેલ, હેતાક્ષીબ...