અલ્કેમ લેબોરેટરીઝ ફરી વિવાદમાં ફૂડ એન્ડ ડ્રગ્સે કલેક્ટ કરેલા સેમ્પલ મિસબ્રાન્ડ નીકળતા 9 લાખનો દંડ….?
દમણથી સિક્કિમ સુધી ફેલાયેલી અલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડ તેના ક્રિયાકલાપોને કારણે ફરી વિવાદોમાં ફસાઈ છે. આ વખતે ગુજરાત સરકારે અલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડ અને તેના વેપારીઓ પર 9 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના રાજકોટ જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા તેના જિલ્લામાંથી ખાદ્ય પદાર્થો અને દવાઓના નમૂના લેવામાં આવ્યા હતા. જેમાં એલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડની એ ટુ ઝેડ એનએસ પ્લસ ન્યુટ્રાસ્યુટીકલ ટેબ્લેટના 15 નંગ બોક્સના નમૂના પણ લેવામાં આવ્યા હતા. જે સરકારી લેબોરેટરીઝમાં એલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડની દવા A થી Z NS પ્લસ ન્યુટ્રાસ્યુટીકલ ટેબ્લેટના સેમ્પલ મિસબ્રાન્ડેડ હોવાનો રિપોર્ટ આવ્યો હતો, આ મામલો રાજકોટના એડીએમ સમક્ષ સુનાવણી માટે આવતા તેમણે અલ્કેમ લેબોરેટરીઝ લિમિટેડની મહારાષ્ટ્રની હેડ ઓફિસના નરેન્દ્ર અમૃતલાલ પંચાલ અને સિક્કિમ ઓફિસના રવીન્દ્ર ચકીલમ પર 3-3 લાખ રૂપિયાનો દંડ ફ...