
દમણની વ્યક્તિના ખાતામાંથી CIBIL સ્કોરના નામે 3.68 લાખ ડેબિટ કરાવી લેનાર ઝારખંડની સાયબર ક્રિમિનલ ગેંગનો દમણ પોલીસે કર્યો પર્દાફાશ, 4 ઇસમોને કલકત્તાથી દબોચ્યા
દમણની એક વ્યક્તિનો CIBIL સ્કોર વધારી આપવા તેમજ શોધવામાં મદદ કરવાના બહાને તેના ખાતામાંથી 3.68 લાખ રૂપિયા ડેબિટ કરાવી લેનાર ઝારખંડની સાયબર ક્રિમિનલ ગેંગનો દમણ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે 1,29,900ની રકમ પરત કરાવવા સાથે સાયબર છેતરપિંડી કરતી ગેંગના 4 ઇસમોને કલકત્તાથી દબોચી લઈ મહત્વની સફળતા મેળવી છે.
ઘટના અંગે જિલ્લા પોલીસવડા અમિત શર્માએ આપેલી વિગતો મુજબ 22/03/2022 ના રોજ નાની દમણ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદીએ ફરિયાદ નોંધાવી હતી કે, 15/03/2022 ના રોજ તેણે Google પર તેનો CIBIL સ્કોર સર્ચ કર્યો હતો. જે બાદ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. જેણે તેનો CIBIL સ્કોર શોધવામાં મદદ કરશે તે માટે Anydesk નામની એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું જણાવ્યુ હતુ.
ફરિયાદીએ તે એપ્લિકેશન તેના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કરી હતી. જે બાદ ફરિયાદીના મોબાઈલ પર રકમ ડેબિટ થઈ રહી હોવાના મેસેજ આવવા લાગ્યા હતા. તે...