Friday, March 14News That Matters

Tag: Daman indian coastgaurd air station TRV News In a husband-wife fight in Daman wife threw 2 innocent children from the 4th floor

દમણમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્નીએ 2 માસૂમ બાળકોને 4થા માળેથી ફેંકી દેતા બન્ને બાળકોના કમકમાટીભર્યા મોત…!

દમણમાં પતિ-પત્નીના ઝઘડામાં પત્નીએ 2 માસૂમ બાળકોને 4થા માળેથી ફેંકી દેતા બન્ને બાળકોના કમકમાટીભર્યા મોત…!

Gujarat, National
દમણના દલવાડા કોસ્ટગાર્ડ એર સ્ટેશન નજીક આવેલ તટ રક્ષક વિહારના ચોથા માળેથી જમીન પર પટકાયેલ બે બાળકોના કરુંણ મોત નિપજ્યા છે. પોલીસ તપાસમાં બન્ને બાળકોના માતાપિતા વચ્ચે ઝઘડો થયો હતો. જે ઝઘડામાં માતાએ બન્ને બાળકોને ચોથા માળની બાલ્કનીમાંથી ફેંકી દીધા હતાં. આ ઘટના બાદ દમણ પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. ઘટના અંગે દમણ પોલીસે વિગતો આપી છે કે, 21 જાન્યુઆરી 2025 ના રોજ, લગભગ મોટી દમણના CHCમાંથી એક ફોન આવ્યો હતો. જેમાં માહિતી આપવામાં આવી હતી કે બે બાળકો એક બિલ્ડીંગના ચોથા માળેથી પડી ગયા છે. માહિતી મળતાની સાથે જ પોલીસ કર્મચારીઓ મોટી દમણના CHC પહોંચ્યા હતાં. જ્યાં બંને બાળકોને તબીબોએ મૃત જાહેર કર્યા હતાં. બન્ને બાળકો એકબીજાના સગા ભાઈ હતા, બંને બાળકો TRV (તટરાક્ષક વિહાર) દલવાડા, નાની દમણના રહેવાસી હતા. જેમના મોત નિપજાવવા બદલ બંને બાળકોની માતા સીમા યાદવ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા-2023ની કલમ 103 હેઠળ ક...