
દમણ બન્યું શ્રીજીમય, વિવિધ થીમ પર શણગારેલા મંડપ માં ભક્તિભાવ સાથે કરી મનમોહક ગણેશ પ્રતિમાની સ્થાપના
સપ્ટેમ્બર 19-2023ના ભાદરવા સુદ ચોથથી ગણેશોત્સવનો પ્રારંભ થયો છે. ગુજરાત મહારાષ્ટ્રની સાથે દમણમાં પણ ઘરે ઘરે, સોસાયટીઓ તેમજ જાહેર સ્થળોએ મંડળો દ્વારા ગણેશજીનું સ્થાપન કરી એક, ત્રણ, પાંચ દિવસ એમ આયોજન મુજબ ગણેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે,
દમણમાં મલબારી સોસાયટી, જેટી કા રાજા, દેવભૂમિ કે રાજા, સાથે વિવિધ શેરીઓમાં અબીલ, ગુલાલની છોળો અને ફૂલોના વરસાદ વચ્ચે ડીજે સહિતના સંગીતમય તાલે ઝૂમીને ભાવિકોએ વાજતે ગાજતે દુંદાળા દેવનું સ્થાપન કર્યું હતું, તો વ્યક્તિગત લોકો દાદાની નાની એવી માટીની મૂર્તિઓની ખરીદી કરી વાજતે ગાજતે ઘરે લઇ ગયા હતા.
વિઘ્નહર્તા ગણેશજીની કૃપા તેમના ભક્તો પર બની રહે, વિઘ્નો દૂર થાય, શુભ અને મંગળ થાય, જીવનમાં સફળતા મળે. પ્રદેશમાં સુખ શાંતિ જળવાઈ રહે તેવી પ્રાર્થના સાથે ભક્તોએ ગણેશ ચતુર્થીના શ્રીજીને રિઝવ્યા હતા, આ સાથે આ દિવસે વિવિધ મંડળો દ્વારા ભાવિક ભક્તો માટે મહાપ્રસાદનું પણ આય...