
Bordi Beach પર 8 અને 9 ફેબ્રુઆરીના યોજાશે પ્રસિધ્ધ 11મો Chikoo Festival
દર વર્ષની જેમ આ વર્ષે પણ ફેબ્રુઆરી મહિનાની 8 અને 9મી તારીખે બોરડી ખાતે Rural Enterpreneurs Welfare Foundation (REWF) દ્વારા 'Chikoo Festival' નું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે એસ. આર. સાવે કેમ્પીંગ ગ્રાઉન્ડ, બોર્ડી બીચ, દહાણુ, જિ. પાલઘર, મહારાષ્ટ્ર ખાતે તડામાર તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
દર વર્ષે આ ચીકુ મહોત્સવને ખૂબ જ સારો પ્રતિસાદ મળે છે. ત્યારે, આ 11માં ચીકુ મહોત્સવ માં પણ સ્થાનિક લોકોનો અને મુંબઇ, ગુજરાતના વલસાડ જિલ્લાના, દમણ, સેલવાસના પ્રવાસીઓ તરફથી સારો પ્રતિસાદ મળવાની આશા આયોજકોએ સેવી છે.
વર્ષ 2013માં સૌપ્રથમ વખત Chikoo Festivalનું આયોજન કરવામાં આવ્યું હતું. જેનો ઉદ્દેશ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવાનો અને કૃષિ, ગ્રામીણ ઉદ્યોગસાહસિકતા, સમૃદ્ધ ગ્રામીણ સંસ્કૃતિને પ્રવાસન સાથે જોડીને ગ્રામીણ જીવનને મહત્વનું યોગદાન આપવાનો છે. આયોજકો પાલઘર જિલ્લામાં વિકસતા પર્યટનને દિશા આપી...