દાદરા નગર હવેલી પોલીસે મોબાઈલ અને રોકડ ચોરનાર 3 ચોરને ઝડપી પાડયા
સેલવાસ પોલીસે મોબાઈલ અને 5 હજાર રૂપિયાની રોકડ ચોરી કરનાર 3 આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. પકડાયેલ 3 ચોર પૈકી એક રીઢો ગુનેગાર છે. જેની સામે દમણ-સેલવાસમાં 4 જેટલા ગુન્હા નોંધાયેલ છે.
આ અંગે સેલવાસ પોલીસે વિગતો આપી હતી કે, સેલવાસ પોલીસ સ્ટેશનમાં 24મી ફેબ્રુઆરી 2023ના એક ફરિયાદ નોંધાઈ હતી કે, વાસોણાના જેઠીયા પગુ જનાથીયા પાસેથી 3 અજાણ્યા ઈસમોએ ચાકુ બતાવી 5000 રૂપિયાની રોકડ અને 3 મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયા હતાં.
ફરિયાદીએ 3 અજ્ઞાત લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ચોરી કરનાર ઈસમોએ છરી બતાવીને તેમને ધમકી આપીને 5,000 રૂપિયાની રકમ અને મોબાઈલ ફોન ચોરી કરી હતી. આ કેસની તપાસ રખોલી આઉટ પોસ્ટના ASI બી. એમ. વાસવ ને સોંપવામાં આવી હતી. જેણે સેલવાસ પોલીસ સ્ટેશનના SHO ના માર્ગદર્શનમાં પોલીસ ટીમની રચના કરી તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન 03 આરોપી (1) પ્રવીણ લાહનુ ડોડિયા રહેવા...