Saturday, January 4News That Matters

Tag: Cut in front of Aakar Motors on National Highway 48 in Vapi will be opened motorists will get relief from long detour signal light-sign board work complete

વાપીમાં નેશનલ હાઇવે 48 પર આકાર મોટર્સ સામેનો કટ ખુલશે, વાહનચાલકોને લાંબા ચકરાવામાંથી રાહત મળશે, સિગ્નલ લાઈટ-સાઈન બોર્ડની કામગીરી પૂર્ણ

વાપીમાં નેશનલ હાઇવે 48 પર આકાર મોટર્સ સામેનો કટ ખુલશે, વાહનચાલકોને લાંબા ચકરાવામાંથી રાહત મળશે, સિગ્નલ લાઈટ-સાઈન બોર્ડની કામગીરી પૂર્ણ

Gujarat, National
  વાપીમાંથી પસાર થતા NH-48 પર છરવાળા ચોકડી પાસે ભારે ટ્રાફિકની સમસ્યા અને લાંબા ચકરાવામાંથી વાહનચાલકોને ટૂંક સમયમાં મુક્તિ મળશે. વલસાડ પોલીસ, વાપીના અગ્રણી નાગરિકો, પત્રકારોના પ્રયાસ બાદ નેશનલ હાઇવે ઓથોરિટી અહીંનો કટ ખોલવા સહમત થઈ છે.  હાલ આ સ્થળે બેરિકેટ લગાવી સિગ્નલ લાઈટ, સાઈન બોર્ડની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. વલસાડ જિલ્લાનું વાપી ઔદ્યોગિક શહેર ગણાય છે. જેની મધ્યમાંથી મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર 48 પસાર થાય છે. દેશના સૌથી વધુ વાહનથી ધમધમતા આ હાઇવે પરથી વાપી ટાઉનમાં કે દમણ તરફ જતા વાહનચાલકો માટે તેમજ GIDC તરફ જતા વાહન ચાલકોએ ટ્રાફિક સહિત લાંબા ચકરાવાનો સામનો કરવો પડતો હતો. જે માટે હાઇવે પર છરવાળા ચોકડીનો અન્ડરપાસ મુખ્ય કારણ બનતો હતો. આ અન્ડરપાસ ઉપરથી પસાર થઈ વાપી ટાઉન કે GIDC તરફ જવા માટે નજીકમાં કોઈ કટ આપ્યો ના હોય મુશ્કેલી અને ટ્રાફિકનો સામનો વાહનચાલકોએ કરવો પડતો હતો...