
SMST CUP 2025ની ફાઈનલ મેચમાં ક્રિકેટ ક્લબ રેંટલાવનો જય જલારામ સલવાવ સામે રોમાંચક વિજય
શ્રી માહ્યાવંશી સેવા ટ્રસ્ટ તાલુકા પારડી અને વાપી દ્વારા SMST CUP 2025 નું આયોજન ઉમરસાડી માંગેલવાડ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં પારડી અને વાપી તાલુકાની 42 ટીમો એ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ તારીખ 01/03/2025 ના રોજ 6 ટીમ વચ્ચે સુપર સિક્સ સાંઈ મેઘપન ક્રિકેટ સ્પોટઁસ લાઈફ પરીયા ખાતે રમાઈ હતી.
આ ટુર્નામેન્ટના ઉદઘાટન સમારોહમા મુખ્ય મહેમાન BAPS સ્વામિનારાયણ સેલવાસ સંસ્થા ચિન્મય સ્વામી ના કર કમલો દ્રારા કરવામાં આવ્યુ ત્યાર બાદ SMST CUP 2025 ની ફાઈનલ મેચ ક્રિકેટ ક્લબ રેંટલાવ અને જય જલારામ સલવાવ A વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી. જેમા રેટલાવ ક્રિકેટ ક્લબ પ્રથમ બેટીંગ કરી 37 રન બનાવ્યા હતા. એના જવાબમાં જય જલારામ સલવાવ એ 30 રન બનાવી શકી હતી. રેટલાવ ક્રિકેટ ક્લબ નો 7 રન થી રોમાંચક વિજય થયો હતો.
પારિતોષિક ઈનામ વિતરણ કાયઁકમ માં બીજેપી વાપી શહેર પ્રમુખ મનીષ દેસાઈ, બીજેપી વાપી તાલુકા પ્રમુખ સ...