વલસાડ જિલ્લાની 5 બેઠક પર 35 ઉમેદવારોના ભાવિ માટે ગુરુવારે મતગણતરી, 70 ટેબલ પર 101 રાઉન્ડમાં મતગણતરીની પ્રક્રિયા પૂર્ણ થશે
ગુરુવારે 8 ડિસેમ્બરે જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર ચૂંટણી જંગમાં ઉતરેલા 35 ઉમેદવારોના ભાવિનો આજે ફેસલો થશે. સવારે 8 વાગ્યાથી વલસાડની સરકારી ઈજનેરી કોલેજમાં કુલ 386 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મત ગણતરીનો પ્રારંભ થશે. મત ગણતરી માટે અધિકારીઓથી માંડીને કર્મચારીઓ મળી કુલ 306 સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. કુલ 5 બેઠક માટેની મતગણતરી માટે 70 ટેબલ ફાળવવામાં આવ્યા છે. જેના પર અધિકારીઓ કર્મચારીઓ 101 રાઉન્ડમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ કરશે.
વલસાડ જિલ્લામાં વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 72.69 ટકા મતદાન થયા બાદ હાલમાં વર્ષ 2022ની ચૂંટણીમાં તા. 1 ડિસેમ્બરે 3.29ના ઘટાડા સાથે 69.40 ટકા મતદાન નોંધાયું હતું. 1 ડિસેમ્બરે વલસાડ જિલ્લાની પાંચ બેઠક પર 35 ઉમેદવારો માટે નિષ્પક્ષ અને ન્યાયી રીતે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થયું હતું. જિલ્લાના નોંધાયેલા 13,28,992 મતદારો પૈકી 9,22,349 મતદા...