ભુજમાં આકાર લઈ રહેલ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ અને દેશના પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્કના બાંધકામમાં કરોડોનો ભ્રષ્ટાચાર?
વર્ષ 2001માં 26મી જાન્યુઆરી એ આવેલ ભૂકંપમાં મૃત્યુ પામેલા 13,805 મૃતાત્માઓની કાયમી યાદમાં ભુજના ભૂજિયા ડુંગર પર કરોડોના ખર્ચે સ્મૃતિવનનું નિર્માણ થઇ રહ્યું છે. (અંદાજિત 400 કરોડના ખર્ચે) આ સ્મૃતિ વન અને દેશનું પ્રથમ અર્થકવેક મેમોરિયલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ છે. જો કે, હાલમાં આ પ્રોજેકટ તાકીદે પૂર્ણ કરવાની સૂચના મળ્યા બાદ અને આગામી દિવસોમાં વડાપ્રધાન મોદી ખુદ ભુજ આવી તેનું ઉદ્ઘાટન કરવાના હોય તેજ ગતિએ કામ પૂર્ણ કરવામાં આવી રહ્યું છે. જો કે મોદીના ડ્રિમ પ્રોજેકટ ને પૂર્ણ કરવાની લ્હાયમાં રીતસરનો ભ્રષ્ટાચાર આચરી તકલાદી બાંધકામ થઈ રહ્યું હોવાની પોલ ખુલી છે.
કચ્છમાં આવેલા વિનાશક ભૂકંપના એકવીસમાં વર્ષે ભુજીયા ડુંગરના સાંનિધ્યમાં રૂ. 400 કરોડના ખર્ચે સ્મૃતિવન આકાર લઈ રહ્યું છે. ભુજ શહેરના ભુજીયા ડુંગરની તળેટીમાં નિર્માણ પામી રહેલ આ મહત્વના પ્રોજેકટને સ્મૃતિ વન એવું ન...