ઉમરગામ બેઠકના કોંગ્રેસી ઉમેદવાર નરેશ વળવીનો દાવો, મતદારો પક્ષપાત ભૂલીને તેમને ધારાસભ્ય તરીકે ચૂંટશે
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ના ઉમરગામ બેઠકના ઉમેદવાર તરીકે કોંગ્રેસે નરેશ વળવી ને ટીકીટ આપી છે. ભિલાડ ગ્રામ પંચાયતની ચૂંટણી લડી સરપંચ તરીકે રાજકીય કારકિર્દી શરૂ કરનાર નરેશ વળવી જિલ્લા પંચાયતની ચૂંટણી પણ જીત્યા છે. હાલ તેઓ ગુજરાત કોંગ્રેસ ST સેલના પ્રદેશ ઉપપ્રમુખ તરીકે કાર્યરત છે. ત્યારે નરેશ વળવીએ દાવો કર્યો હતો કે, મતદારો પક્ષપાત ભૂલીને તેમને ઉમરગામના ધારાસભ્ય તરીકે ચૂંટશે.
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી 2022 જાહેર થતા જ ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજ્યની 182 બેઠકો પૈકી 43 બેઠકના કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ છે. જેમાં વલસાડ જિલ્લાના 3 ઉમેદવારોના નામ પર મહોર મારી દીધી છે. જે પૈકી ઉમરગામ વિધાનસભા બેઠક પરના જાતીય સમિકારણોને ધ્યાનમાં રાખીને ઉમરગામ વિધાનસભા બેઠક ઉપર નરેશભાઈ વળવીના નામની જાહેરાત કરી છે. આ અંગે નરેશ વળવીએ કોંગ્રેસ પાર્ટીનો આભાર માની ઉમરગામ બેઠક પર વિજય મળશે...