પારડી વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર જયશ્રીબેન પટેલે આદિવાસી મહિલા તરીકે લોકો તેને જીત અપાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો
વલસાડ જિલ્લાની 5 વિધાનસભા બેઠક પૈકીની પારડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસે આદિવાસી મહિલા અને કોંગ્રેસના પાયાના કાર્યકર ગણાતા જયશ્રી બેન પટેલને ટિકિટ આપી છે. ઉમેદવાર તરીકે જયશ્રી બેનનું નામ જાહેર કર્યા બાદ જયશ્રી બેને આજથી જ કાર્યકરો સાથે મળવાનું અને ચૂંટણી પ્રચારના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા બેઠકનો દૌર શરૂ કર્યો છે. જે અંતર્ગત વાપીમાં કોંગ્રેસી કાર્યકરોને મળવા આવેલા જયશ્રી બેને પારડી વિધાનસભા બેઠક પર જીત મળવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
પારડી વિધાનસભા બેઠક પર કોંગ્રેસે જયશ્રી બેનનું નામ જાહેર કર્યા બાદ કોંગ્રેસી કાર્યકરો સાથે ચૂંટણીલક્ષી બેઠકનો દૌર શરૂ કરી દીધો છે. વિધાનસભા ચૂંટણીની ટિકિટ મળ્યા બાદ જયશ્રી બેન પટેલ શનિવારે વાપીમાં કોંગ્રેસી કાર્યકરોને મળ્યા હતાં. જયશ્રી બેન પટેલ વાપીમાં અન્ય કોંગ્રેસી કાર્યકરોને મળવા સાથે કોંગ્રેસના જાણીતા યુવા કાર્યકર ફરહાન બોગા અ...