
ચૂંટણીમાં જીતના વિશ્વાસ સાથે કોંગ્રેસના ઉમેદવાર નરેશ વળવીએ ઉમરગામના પ્રાણ પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી
વલસાડ જિલ્લાની ઉમરગામ બેઠક પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતા નરેશ વળવીએ પત્રકાર પરિષદ બોલાવી ઉમરગામ બેઠક પર વિજય મેળવશે તો ક્યાં મહત્વના કામોને પ્રાધાન્ય આપશે તે અંગે વિગતવાર માહિતી આપી હતી. સાથે સમાજના વિવિધ વિકાસના મુદ્દે ભાજપ પર અને સ્થાનિક નેતા પર પ્રહારો કર્યા હતાં.
પત્રકાર પરિષદ માં 182-ઉમરગામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ તરફથી ચૂંટણી લડતાં નરેશ વજીરભાઈ વળવીએ જણાવ્યું હતું કે, 182 ઉંમરગામ વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન ભજપથી લોકો નારાજ હોવાનું ફલિત થઈ રહ્યું છે. ગામના મહત્વનાં કામોને ભાજપની સરકારે નજરઅંદાજ કરી, ઉદ્યોગપતિઓ અને માલેતુજારો તરફ ધ્યાન આપ્યું છે. જેથી આ વિસ્તારમાં ભાજપે પોતાની લોકચાહનાં ગુમાવી દીધી છે. 182 ઉમરગામ વિધાનસભા વિસ્તારનાં ઘણાં એવા કાર્યો છે જે ગત ટર્મના ધારાસભ્ય રમણલાલ પાટકરે કરવાનાં હતાં, પણ આ મહત્વનાં લોકહિતનાં કામો થયા નથી.
કોંગ...