ડહેલીના તલાટી વિરુદ્ધ નાણાંની ઉચાપત અને ડુપ્લીકેટ ઘરવેરા રસીદ બનાવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની DDO ને રાવ
વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ડહેલી ગ્રામ પંચાયતના માજી સરપંચે જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ પંચાયતના વર્તમાન તલાટી સામે ગંભીર આક્ષેપો કરતી ફરિયાદ કરી છે. ડહેલી પંચાયતના માજી સરપંચ કંચન બેન વરઠાએ તલાટી કમ મંત્રી મુકેશ પ્રજાપતિ સામે ડુપ્લીકેટ ઘરવેરા રસીદ બનાવી નાણાની ઉચાપત, ભ્રષ્ટાચાર આચર્યા હોવાની ફરિયાદ કરી છે. જેને લઈ વલસાડ જિલ્લા પંચાયતમાં ખળભળાટ મચ્યો છે.
ડહેલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી મુકેશ પ્રજાપતિ સામે ગંભીર આક્ષેપો સાથેની લેખિત ફરિયાદ કરનાર માજી સરપંચ કંચનબેન સુનિલભાઇ વરઠાએ જણાવ્યું છે કે, ઉમરગામ તાલુકાના ડહેલી ગામની ગ્રામ પંચાયત ખાતે ફરજ બજાવતાં તલાટી કમ મંત્રીએ ભ્રષ્ટાચાર આચરી સરકારી નાણાંની ઉચાપત કરી છે. જેની સામે ખાતાકિય તપાસ કરવામાં આવે. તલાટી એ પંચાયતના રેકોર્ડ સાથે ચેડા કર્યા છે. જેથી તેની તાત્કાલિક બદલી કરવામાં આવે. આ બાબતે ઓગસ્ટ 2022માં વિકાસ કમિશનર કચેરીમાં પણ લ...