વલસાડ જિલ્લામાં SSC/HSC બોર્ડની પરીક્ષાનો પ્રારંભ, પરીક્ષાર્થીઓ લકી ચીજવસ્તુઓ સાથે પરીક્ષા આપવા આવ્યા!
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બૉર્ડ દ્વારા લેવાતી ધોરણ દસ અને બારની બૉર્ડ પરીક્ષાઓનો શુભારંભ થયો છે. પ્રથમ દિવસે વિવિધ પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી મોઢું મીઠું કરાવી હોંશભેર આવકાર અપાયો હતો. જેમાં પ્રથમ દિવસે પ્રથમ ભાષા મુજબનું પેપર હોય અને તે સહેલું નીકળતા વિદ્યાર્થીઓએ પેપર સારું ગયું હોવાની ખુશી વ્યક્ત કરી હતી. પરીક્ષામાં ઉજ્જવળ દેખાવ કરવા ઘણાં પરીક્ષાર્થીઓ પોત-પોતાની લકી ચીજવસ્તુઓ સાથે લઈને પરીક્ષા આપવા આવ્યા હતા.
કારકીર્દિ માટે અત્યંત મહત્વની ગણાતી ધોરણ 10 અને બારની બૉર્ડ પરીક્ષાનો જિલ્લામાં શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. જિલ્લામાં ધોરણ 10 અને બારના 51433 વિદ્યાર્થીઓ નોંધાયેલાં છે. જેમાં, અંધ અને અપંગ વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપી રહ્યાં છે. વલસાડ જિલ્લામાં વાપી સહિતના કેન્દ્ર પર વિવિધ સામાજીક-સ્વૈચ્છિક સંસ્થાઓએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી, તેમનુ...