કોરોના કેસ વધતા કલેકટરે જાહેરનામું બહાર પાડ્યું, જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 12 થયો
વલસાડ જિલ્લામાં વધતા કોરોના મહામારીના કેસ ને લઈ જિલ્લા કલેકટરે મહત્વ નો નિર્ણય લઈ જાહેરનામું બહાર પાડ્યું છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં આવતા મુલાકાતી, અરજદારો તથા સરકારી કર્મચારીઓએ માસ્ક ફરજીયાત પહેરવા જિલ્લા કલેક્ટર દ્રારા આદેશ કરવામાં આવ્યા છે.
વલસાડ જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં 12 કોરોનાના એક્ટિવ કેસ નોંધાયા છે જેને પગલે જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે દ્રારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જિલ્લાની તમામ સરકારી કચેરીમાં બહારથી આવતા અરજદારો, મુલાકાતીઓ અને સરકારી કચેરીમાં કામ કરતા તમામ કર્મચારી અને અધિકારીઓને માસ્ક ફરજિયાત પહેરવા માટે જિલ્લા કલેકટર દ્રારા આદેશ કરવામાં આવ્યા છે
રાજ્યમાં ફરી કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો થઈ રહ્યો છે. વલસાડ જિલ્લામાં બુધવારે વલસાડ તાલુકામાંથી ...