ચારણ ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ દ્વારા 1 જાન્યુઆરી 2025 બુધવારના રોજ વિશ્વ વંદનીય આઈ શ્રી સોનલ માઁ ના 101 માં જન્મદિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
સોનલ બીજ નિમિત્તેના આ આયોજન હેઠળ સવારે 10:00 કલાકે માતાજીનું સામૈયું અને શોભાયાત્રા તથા ત્યાર બાદ માતાજીની આરતી મહાપૂજા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, વેસ્ટર્ન રેલવેના એરીયા મેનેજર વલસાડના મનોજભાઈ બારહટ, પ્રહલાદ સિંહ જાડેજા, ગુમાનસિંહ જાડેજા, નિવૃત્ત DySP એન. કે. લીલા વગેરે ઉપસ્થિત મહાનુભાવોનુ સ્વાગત કરવામાં આવ્યું હતું. તેઓના વરદ હસ્તે સમાજના જુનિયર KG થી શરૂ કરી કોલેજ સુધી ભણતા તમામ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને એજ્યુકેશન કીટ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.
બપોરે ચારણ સમાજ ઉપરાંત અન્ય સમાજના ઉપસ્થિત ભાવિકોએ બહોળી સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધેલો હતો. સાજણ ગઢવી, સીતાબેન રબારી તથા ઉમેશ ગઢવી દ્વારા સાજિંદાઓ સાથે રાસ ગરબાની રમઝટમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનોએ પરંપરાગત કચ્છી અને કાઠીયાવાડી રાસ ગરબાનો આનંદ ઉઠાવ્યો હતો.
સાંજે મહાઆરતી અને પ્રસ...