ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ-નવસારી દ્વારા તળાજાના ગીગા ભમર સામે કાયદેસરની કાર્યવાહી કરવા વલસાડ કલેકટર અને SP ને આવેદનપત્ર આપ્યું
ભાવનગરના તળાજા ગામે આહીર જ્ઞાતીના સમુહલગ્નના કાર્યક્રમમાં ગીગા ભમર નામના વ્યક્તિએ ચારણ ગઢવી સમાજ વિશે તેમજ પરમપુજય આઈ શ્રી સોનલ માતાજી વિશે અપમાન જનક ટિપ્પણી કરી છે. જેને લઈને સમગ્ર ચારણ સમાજની લાગણી દુભાઇ છે. આ મામલે વલસાડ માં પણ ચારણ-ગઢવી સેવા સમાજ ટ્રસ્ટ વલસાડ-નવસારીના આગેવાનો દ્વારા તળાજાના ગીગા ભમર સામે કાયદેસરની કાર્યવાહી કરવા વલસાડ કલેકટર અને વલસાડ જિલ્લા પોલીસવડાને આવેદનપત્ર આપ્યું હતું.
ગત 14મી ફેબ્રુઆરી 2024 ના ભાવનગર જિલ્લાના તળાજા ગામે આહીર જ્ઞાતીના સમુહલગ્નના કાર્યક્રમમાં આહિર સમાજના ગીગા ભમર દ્વારા ચારણ ગઢવી સમાજ વીષે તથા ચારણ સમાજની દિકરીઓ તથા ચારણ સમાજમાં જન્મ લીધેલ પરમપુજય આઈ શ્રી સોનલ માતાજી સહિત અન્ય માતાજીઓ વિશે ખુબજ અપમાન જનક અને અભદ્ર વાણીવિલાસ કર્યો છે.
આ ઘટનાને લઈ સમગ્ર ચારણ સમાજની લાગણી દુભાઇ છે. જેથી ગીગા ભમર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ગુજરાતના તમામ જિલ્લ...