ફ્લેટની આકારણી મામલે લાંચની 1 લાખની રકમ સ્વીકારનારા ચંડોર ગામના મહિલા સરપંચ અને પતિ ACB ના સિકંજામાં
વાપી તાલુકાના ચંડોર ગામે ACBએ ગોઠવેલ છટકામાં ગામની મહિલા સરપંચ મયુરીબેન અને તેનો પતિ મુકેશ પટેલ સપડાયા છે. સરપંચ મહિલા અને તેના પતિને ACB ની ટીમે 1 લાખની લાંચ ની રકમ સાથે ઝડપી પાડ્યા છે. બન્ને એ ફ્લેટની આકારણી માટે ફરિયાદી પાસે 2.50 લાખની લાંચ માંગી હતી. જે બાદ એક લાખની રકમ સ્વીકારતી વખતે ACB એ દબોચી લીધા હતાં.
વાપી તાલુકાના ચંડોર ગામના સરપંચ દંપતીને ACB એ 1 લાખની લાંચની રકમ સાથે ઝડપી પાડ્યા છે. પકડાયેલ બંને લાંચિયા આરોપીઓમાં મહિલા ગામની સરપંચ હોય, એક ફ્લેટ ધારક ફ્લેટની આકારણી કરવા આવ્યો હતો. જેની પાસે અઢી લાખની લાંચ ની ડિમાન્ડ કર્યા બાદ 1 લાખની રકમ સ્વીકારવા જતા સરપંચના પતિ અને મહિલા સરપંચ ACB ના છટકામાં સપડાઈ ગયા હતાં.
આ અંગે વલસાડ અને ડાંગના ACB PI અને ટ્રેપિંગ અધિકારી કે. આર. સક્સેનાએ જણાવ્યું હતું કે, ACB સુરત એકમના મદદનીશ નિયામક અને સુપરવિઝન અધિકારી એ. કે. ચૌહાણના માર્ગ...