વલસાડ જિલ્લાની પાલિકા, વાપી GIDCમાં રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસની ઉજવણી, સાયકલ રેલી નીકળી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વચ્છતા માટેના જન આંદોલનની ઉજવણી અંતર્ગત રાષ્ટ્રીય પ્રદુષણ નિયંત્રણ દિવસ નિમિત્તે “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમ અંતર્ગત જાહેર સ્થળો અને માર્ગોની સફાઇ ઝુંબેશ તેમજ વલસાડ અને વાપી ખાતે સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વલસાડમાં જુન ૨૦૨૩ થી શરૂ થયેલા અને આજ સુધી ચાલી રહેલા “સાયકલ ટુ વોક એન્ડ વર્ક” અભિયાનમાં સરકારના દરેક વિભાગના કર્મચારીઓ મહિનાના પહેલા શનિવારે ઓફિસે સાયકલ પર અથવા ચાલતા આવે છે. એના ભાગ રૂપે આ ઇવેન્ટ પ્રદુષણ નિયંત્રણ દિવસે યોજવામાં આવી હતી.
વલસાડ સર્કિટ હાઉસ ખાતેથી સવારે ૭.૦૦ કલાકે ધારાસભ્ય ભરતભાઇ પટેલ તથા જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા એસ.આગ્રેએ સાયકલ રેલીને લીલી ઝંડી આપી શરૂઆત કરાવી હતી. તીથલ બીચ ખાતે સફાઇ કરવામાં આવી હતી. વોકિંગ માટે આવેલા નાગરિકોને ગુલાબના ફુલથી સન્માન કરવામાં આવ્યા તેમજ કાપડની થેલીનુ...