“વિશ્વની નં.1 સંવેદનશીલતા ટૂથપેસ્ટ”ના દાવા કરતી Sensodyne ને 10 લાખનો દંડ CDSCOએ લાઇસન્સિંગ ઓથોરિટી, સિલવાસાને દાવાઓની તપાસ માટે નિર્દેશ આપ્યો!
નિધિ ખરેની આગેવાની હેઠળની સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA) એ તાજેતરમાં સેન્સોડાઇન ઉત્પાદનોની ભ્રામક જાહેરાતો સામે આદેશ પસાર કર્યો હતો. CCPAએ સાત દિવસની અંદર "વિશ્વભરના દંત ચિકિત્સકો દ્વારા ભલામણ કરેલ" અને "વિશ્વની નં.1 સંવેદનશીલતા ટૂથપેસ્ટ"ના દાવા કરનારા સેન્સોડાઈન ઉત્પાદનોની જાહેરાતો બંધ કરવાનો આદેશ આપ્યો છે અને 10 લાખના દંડની ચુકવણીનો નિર્દેશ કર્યો છે. ઉપરાંત, વિદેશી દંત ચિકિત્સકો દ્વારા સમર્થન દર્શાવતી જાહેરાતોને CCPA દ્વારા પસાર કરાયેલા અગાઉના આદેશ મુજબ બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
"તબીબી રીતે સાબિત રાહત, 60 સેકન્ડમાં કામ કરે છે" ના દાવાના સંદર્ભમાં, CCPAએ ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ, સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO)ને કંપની દ્વારા કરવામાં આવેલા દાવાની સત્યતા પર તેની ટિપ્પ...