શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે “કરિયર ઓપચ્યુનીટી આફ્ટર 10” સેમિનારનું આયોજન, આજુબાજુના ટોક્ષિક લોકોથી બચતા રહો : ડૉ. શૈલેષ લુહાર
શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સલવાવ ખાતે "કરિયર ઓપચ્યુનીટી આફ્ટર 10" સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સલવાવ ના શિક્ષાપત્રી હોલમાં આયોજિત આ સેમિનારના મુખ્ય વક્તા સંસ્થાના એકેડેમી ડિરેક્ટર તથા શિક્ષણવિદ ડૉ. શૈલેષ લુહાર ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓ તથા તેમની સાથે ઉપસ્થિત રહેલા વાલીશ્રીઓને સંબોધતા ધોરણ 10 પછી શું તે અંગે માર્ગદર્શન આપ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે દરેક વિદ્યાર્થીની અલગ રસરૂચી અને ક્ષમતા હોય છે. ઘણીવાર એવું જોવા મળે છે. કે, આપણી આસપાસના ટોક્સિક લોકો ના કહેવાથી બાળકને તેની રસરુથી જાણ્યા વગર કોઈપણ ક્ષેત્રમાં પ્રવેશ અપાવી દેતા હોય છે. ખરેખર જે બાળક નો કૌશલ્ય જેમાં વિકસે અને વિસ્તરે તેનો અભ્યાસ અને અવલોકન કર્યા બાદ બાળક તે દિશામાં પોતાની કારકિર્દી ઘડે તે માટેના માર્ગ ખુલ્લા મુકવા જોઈએ. તેમણે વિદ્યાર્થીઓ તથા વાલીઓને ટકોર કરી હતી કે કોઈપણ ક્ષેત્રનો અધૂરો જ...