નવરાત્રી દરમિયાન છેડતીની ઘટનાઓને રોકવા માટે પોલીસ એક્શન મોડમાં, હેરાનગતિ વિરુદ્ધ 181 અભયમ મહિલા હેલ્પલાઇનને કોલ કરો
માતાજીની આરાધના પર્વ નવરાત્રીનો પ્રારંભ થયો છે. કોરોના મહામારી બાદ આ વર્ષે નવરાત્રી પર્વની ધામધૂમથી ઉજવણી થવા જઈ રહી છે, જેને લઈને ગરબા પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે નવરાત્રીના પર્વમાં મહિલાઓ સાથે છેડતીના બનાવો બનતા હોય છે, ત્યારે છેડતીની ઘટનાઓને રોકવા માટે ગુજરાત પોલીસ એક્શનમાં આવી છે.
ગુજરાત પોલીસ દ્વારા એક ટ્વીટ કરવામાં આવ્યું છે. ગુજરાત પોલીસે ટ્વીટમાં લખ્યું છે કે, 'ગુજરાત પોલીસ મહિલાઓની સુરક્ષા માટે કટિબદ્ધ છે. નવરાત્રીના તહેવાર દરમ્યાન કોઈ પણ પ્રકારની છેડતી વિરુદ્ધ 181 અભયમ મહિલા હેલ્પલાઇન પર કોલ કરીને તાત્કાલિક મદદ મેળવો. 181 મોબાઈલ એપ તમારા મોબાઈલમાં ડાઉનલોડ કરો.'
આ સાથે જ ગુજરાત પોલીસે એક તસવીર પણ શેર કરી છે. જેમાં લખ્યું છે કે, ગુજરાત પોલીસ હંમેશા છે મહિલાઓની પડખે, નવરાત્રીમાં ગરબા કરો નિશ્ચિત થઈને, કોઈ પણ છેડતી વિરુદ્ધ 181 અભય...