સુવિધાના બણગાં ફૂંકતા નોટિફાઇડના અધિકારીઓને જાણ થાય કે રામલીલા ગાર્ડન કચરાનો ઉકરડો બની ગયું છે.
વાપી GIDC માં હાલમાં જ ઉદ્યોગપતિઓની સોસાયટી ગણાતી સૌરભ સોસાયટીમાં 76 લાખના ખર્ચે અત્યાધુનિક ગાર્ડન બનાવી નાણાપ્રધાનના હસ્તે તેનું ઉદ્ઘાટન કરાવ્યું છે. આ પ્રસંગે નાણાપ્રધાને અને નોટિફાઇડના અધિકારીએ વાપીમાં સુવિધાજનક ગાર્ડન બનાવી નગરજનોને ઉત્તમ હરવાફરવાના અન્ય સ્થળ આપ્યા હોવાની ગુલબાંગો મારી હતી.
જો કે નાણાપ્રધાનના હસ્તે સુંદર ચિલ્ડ્રન પાર્કનું ઉદ્ઘાટન થયું એ અંગેનું કવરેજ www.aurangatimes.com વેબ પોર્ટલ પર પ્રસારિત કર્યા બાદ શહેરના કેટલાક પ્રબુદ્ધ નાગરિકોએ આ ફોટો મોકલ્યા છે. જે વાપીના ગુંજન વિસ્તારમાં આવેલ રામલીલા મેદાનના છે. અહીં ચારે તરફ ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. ગાર્ડન માં ફુલછોડની કોઈ માવજત થતી હોય તેવું દેખાતું નથી. ગાર્ડનમાં ઠેરઠેર ફરવા આવતા લોકોએ ફેંકેલા ખાણીપીણી ના કચરાના ઢગ જોવા મળે છે. જેમાં બચેલો ખોરાક વળી કૂતરા ખાતા નજરે પડે છે.
આ ગાર્ડનમાં સવાર સાંજ આસપાસના સિ...