એક વર્ષમાં 1100 કરોડના વિકાસના કામો કરનાર કનુભાઈ દેસાઈને આ ચૂંટણીમાં 1 લાખ મતની લીડથી જીત અપાવવાનો ઉદ્યોગકારોનો સંકલ્પ!
વાપી ઈન્ડસ્ટ્રીઝ એસોસીએશન(VIA) દ્વારા પારડીના ધારાસભ્ય અને ગુજરાત સરકારના નાણા, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી તેમજ હાલની પારડી વિધાનસભા બેઠકના ઉમેદવાર કનુભાઈ દેસાઈએ વાપીના વિકાસમાં 1 વર્ષમાં 1100 કરોડના કામોનું લોકાર્પણ-ખાતમુહરત કરી આપેલા સિંહફાળા નું ઋણ ચૂકવવા શુભેચ્છા સમારોહનુ આયોજન કર્યું હતું. જેમાં ઉપસ્થિત ઉદ્યોગકારોએ તેમણે કરેલા વિકાસના કામોની સરાહના કરી આ ચૂંટણીમાં 1 લાખથી વધુ મતની લીડથી જીત અપાવવાનો સંકલ્પ લીધો હતો.
વાપીના VIA ઓડિટોરિયમ ખાતે વાપીના ઉદ્યોગકારોએ કનું દેસાઈના સન્માન કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે VIAના યોગેશ કાબરીયા, સતીશ પટેલે જણાવ્યું હતું કે, કનુભાઈ દેસાઈ નાણાપ્રધાન બન્યા બાદ તેમણે વાપી સહિત વલસાડ જિલ્લામાં એક વર્ષમાં અંદાજિત 1100 કરોડના વિકાસના કામો કરી વિકાસની નવી રાહ ચીંધી છે. વાપીમાં વરસાદી પાણીની સમસ્યાના હલ માટે 50 કરોડના ખ...