રૂપિયા 20 હજારની લાંચની માંગણી કરનાર કેનેરા બેંકનો લાંચિયો મેનેજર આવ્યો ACB ના સકંજામાં
Anti Corruption Bureau સુરત એકમના સુપર વિઝન અધિકારી મદદનીશ નિયામક આર. આર. ચૌધરીના માર્ગદર્શનમાં ACB એ લાંચીયા બેન્ક મેનેજરની ધરપકડ કરી છે. વલસાડ અને ડાંગ ACB પોલીસ સ્ટેશનના ટ્રેપીંગ અધિકારી PI કે.આર. સકસેના તથા વલસાડ ACB સ્ટાફે કેનેરા બેંક વેજલપોર બ્રાન્ચ, ધમડાચીના બ્રાન્ચ મેનેજરને લાંચની રકમ સાથે ઝડપી પાડ્યો છે. ACB ના છટકામાં સપડાયેલા બેન્ક મેનેજરે DJ ની એક લાખની લોન પાસ થવા પેટે ફરિયાદી પાસેથી 20 હજારની લાંચની માંગણી કરી હતી. ACB એ બેંકના બ્રાન્ચ મેનેજરને લાંચની રકમ સાથે રંગેહાથ ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે.
આ અંગે ACB એ વિગતો આપી છે કે, એક જાગૃત નાગરિકે DJનો વ્યવસાય કરી રોજગાર મેળવવા શ્રી બાજપાઇ બેંકેબલ યોજનામાંથી લોન મેળવવા અરજી કરી હતી. જે અરજી વલસાડ જિલ્લાની કેનેરા બેંક વેજલપોર બ્રાન્ચ, ધમડાચીમાં ટ્રાન્સફર થઈ હતી. જેથી કેનેરા બેંક વેજલપોર બ્રાન્ચ, ધમડાચીમાં બેન્ક મેનેજરની...