Wednesday, January 15News That Matters

Tag: Breakage in Vapi Municipality’s water pipeline water supply will be shut on Saturday and Sunday

વાપી પાલિકાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ, શનિ-રવિ પાણી પુરવઠો રહેશે બંધ

Gujarat, National
વાપી નગરપાલિકા વિસ્તારમાં પાણી પુરવઠો પૂરો પાડતી પાઇપલાઇનમાં ભંગાણ સર્જાયું છે. પાણીની લાઈનમાં લીકેજ થતા તેની મરામત કરવાની નોબત આવી હોય શનિવાર બપોર બાદ થી લઈને રવિવાર સુધી જાહેર જનતાને પાણી પૂરું પાડી શકાશે નહીં.    આ અંગે વાપી  નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાપી નગરપાલિકા વિસ્તારમાં લોકોને પીવાનું પાણી પૂરું પાડતી GRP લાઈનમાં દમણગંગા નદી નજીક સ્મશાન ભૂમિના સર્વિસ રોડ પર 900MM ડાયા GRP લાઈનમાં લીકેજ હોવાથી 16મી જુલાઈ બપોર થી લઈને 17મી જુલાઈ રવિવાર સુધી વાપીનો પાણી પુરવઠો બંધ રહેશે.   હાલ જે સ્થળે પાણીની પાઇપલાઇન માં લીકેજ થયું છે. ત્યાં 2 JCB ની મદદથી ખોદકામ કરી પાઇપલાઇન સાંધવાની કામગીરી હાથ ધરાઈ છે. મળતી વિગતો મુજબ અહીં ત્રણેક દિવસ પહેલા આ લીકેજ થયું હતું. જે દરમ્યાન ભારે વરસાદ હોય મરામતની કામગીરી કરી શકાય નહોતી. 3 દિવસમાં મોટાપાયે પાણીનો વેડફાટ કર...